સુરતનાં ટેક્ષટાઈલ વેપારી શ્રી દિનેશભાઈ પાંડેજી દ્વારા દેશનાં દરેક રાજ્યનાં વેપારીઓને તિરંગા મોકલવાનું સુંદર આયોજન કર્યું

ભારતીય રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે ત્યારે આપણા ધ્વજનું સન્માન કરવા માટે દેશભરમાં 'હર ઘર તિરંગા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.'આઝાદીનાઅમૃત મહોત્સવ' હેઠળ તેનું આયોજન કરવામાં આવ્યું છે

આઝાદીના 75મા વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે ઘેર રાષ્ટ્રધ્વજ લહેરાવવો એ માત્ર તિરંગા સાથેના વ્યક્તિગત લગાવ નહીં, પરંતુ રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું મૂર્ત સ્વરૂપ પણ છે. 

લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જાગે અને રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ ફેલાવવા માટે આ ઉજવણી કરવામાં આવી રહી છે. 
આકાશવાણી પરના 'મન કી બાત' કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ નાગરિકોને ઘેર ઘેર રાષ્ટ્રધ્વજ ફરકાવીને 'હર ઘર તિરંગા' ઝુંબેશને લોકઝુંબેશમાં ફેરવવાનું આહ્વાન કર્યું હતું. 
તેમણે લોકોને સોશિયલ મીડિયા એકાઉન્ટના પ્રદર્શન ચિત્ર તરીકે ત્રિરંગાનો ઉપયોગ કરવા પણ આહ્વાન કર્યું હતું.

આઝાદીના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુરતનાં ટેક્ષટાઈલ વેપારી  શ્રી દિનેશભાઈ પાંડેજી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એક નવી પહેલ કરવામાં આવી છે  જેમાં દેશનાં દરેક રાજ્યનાં વેપારીઓને સાડીની સાથે  તિરંગા મોકલવાનું સુંદર આયોજન કર્યું છે.

 જે અંતર્ગત કામરેજ વિધાનસભા ના ધારાસભ્ય વી ડી ઝાલાવાડીયા એ તેઓની મુલાકાત લીધી અને તેમની રાષ્ટ્ર ભક્તિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.