સરકારી કર્મચારીઓને યુપી સરકારની મોટી ભેટ, હવે સારવાર માટે મળશે કેશલેસ સુવિધા

સરકારી કર્મચારીઓને યુપી સરકારની મોટી ભેટ, હવે સારવાર માટે મળશે કેશલેસ સુવિધા

સરકારી કર્મચારીઓને યુપી સરકારની મોટી ભેટ, હવે સારવાર માટે મળશે કેશલેસ સુવિધા

ઉત્તરપ્રદેશની યોગી સરકારે પોતાના સરકારી કર્મચારીઓને મોટી સોગાદ આપી છે. યુપીની સરકારે સરકારી કર્મચારીઓની સારવાર માટે કેશલેસ સુવિધાની શરૂઆત કરી છે. ઉત્તરપ્રદેશના 22 લાખ કર્મચારી, પેન્શનર્સ તેમજ તેના આશ્રિતો માટે યોગી સરકારે મોટી સોગાદ આપી છે. કર્મચારીઓના આશ્રિતોને મળીને 75 લાખથી વધુ લોકોને કેશલેસ ટ્રીટમેન્ટનો ફાયદો મળશે.કર્મચારીઓની મહેનતનું પરિણામલોકભવન ઓડિટોરિયમમાં સીએમ યોગી આદિત્યનાથે પંડિત દીનદયાલ ઉપાધ્યાય રાજ્ય કર્મચારી કેશલેસ ચિકિત્સા યોજનાની શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે, સરકાર સરકારી કર્મચારીઓના પોતાના પરિવારનો હિસ્સો માને છે, તેથી સરકારને કર્મચારીઓની ચિંતા છે. એવામાં કર્મચારીઓની જવાબદારી છે કે તે જનતાની ચિંતા કરે અને તેઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી ના પડવા દે. સીએમએ કહ્યું કે, આ કર્મચારીઓની મહેનતનું પરિણામ છે કે યુપી મજબૂત અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે.State Health Cardડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે, સ્ટેટ હેલ્થ કાર્ડ મારફતે રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સ અને તેના આશ્રિતોને દરેક મેડિકલ કોલેજ, સરકારી હોસ્પિટલો અને આયુષ્માન ભારત અંતર્ગત રજીસ્ટર્ડ પ્રાઇવેટ હોસ્પિટલમાં મેડિકલ સુવિધા આપવામાં આવી રહી છે.ટૂંક સમયમાં બની શકે છે Health Cardયુપીના હેલ્થ મિનિસ્ટર મયંકેશ્વર શરણ સિંહે કહ્યું કે, દરેક સરકારી કર્મચારીઓ માટે કાર્ડ બનાવવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. કર્મચારીઓ અને તેના આશ્રિતોને ટૂંક સમયમાં હેલ્થ કાર્ડ બનાવવાની વાત કરવામાં આવી છે.નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી યુપી સરકાર દ્વારા કર્મચારીઓના હિતને લઇને અનેક પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા છે ત્યારે હવે સરકારી કર્મચારીઓના પરિવાર માટે અને સારવાર માટેની કેશલેસ સુવિધા ખરા અર્થમાં વધુ લાભદાયક સાબિત થશે એ નક્કી છે.