પાટણ જિલ્લા મેડિકલ એસોસિએશન દ્વારા પાટણ કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું

પાટણ જિલ્લા મેડિકલ એસોસિએશન દ્વારા પાટણ કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું

પાટણ જિલ્લા મેડિકલ એસોસિએશન દ્વારા પાટણ કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું

પાટણ જિલ્લા મેડિકલ એસોસિએશન દ્વારા પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું રાજ્ય સરકાર દ્વારા દરેક હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફલોર પર ICU હોવુ જોઇએ તેમજ રાજયભરની હોસ્પિટલોને છ દિવસની અંદર તેનું પાલન કરવા નોટીસો મળી રહી છે . તેનો સમગ્ર રાજ્યમાં વિરોધ ઉભો થયો છે . જેમાં ઇન્ડિયન મેડીકલ એશોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા આજે શુક્રવાર 22 થી 23 જુલાઈના રોજ સવારે 8 કલાક સુધી એટલે કે 24 કલાક સુધી રાજ્યભરના 30 , 000 થી વધુ એલોપેથિક ડોકટરો બધી સેવાઓ ઇમર્જન્સી સહિત હડતાળ જાહેર કરવામાં આવી છે . જેમાં પાટણ શહેરના 180 મળી જિલ્લાના 275 જેટલા તબીબો દ્વારા ઓપીડી બંધ રાખવામાં આવી હતી . પાટણ મેડિકલ એસોસિએશનના સેક્રેટરી ર્ડા . જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું . કે તાજેતરમાં 30-06-2022ના રોજ ગુજરાત હાઇકોર્ટે રિટ પિટિશનમાં મૌખિક આદેશ દ્વારા રાજ્ય સરકાર દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર પર ICU હોવું જોઇએ , હોસ્પિટલોને છ દિવસની અંદર તેનું પાલન કરવા નોટિસો મળી રહી છે . જે અતાર્કિક છે . તેનો અમલ શક્ય નથી અને તેના અમલથી ICU દર્દીઓમાં વધુ ચેપ થવાની સંભાવના છે . ICU બેડની સંખ્યામાં પણ ભારે ઘટાડો થશે . આઇસીયુમાં મૃત્યુદરનું વઘશે . આ આ હુકમ કરતા પહેલા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અથવા તેની કોઇપણ શાખાને સામેલ કર્યા કે તેને સાંભળ્યા વિના એકપક્ષીય રીતે પસાર કરવામાં આવ્યો છે . ત્યારે રાજ્ય સરકારના એકપક્ષીય નિર્દેશોનો સખત વિરોધ કરે છે . સરકારે તબીબી વ્યાવસાયિકો સહિત તમામ સંબંધિત વિભાગોના સભ્યોની બનેલી એક તકનીકી સમિતિની રચના કરવી જોઇએ અને સંબંધિત માર્ગદર્શિકા બનાવવાની જરૂર છે . આવી રાજ્ય સરકારની કનડગતને પાટણ જિલ્લા ડોક્ટરો દ્વારા પાટણ કલેક્ટર અને આવેદનપત્ર આપ્યું હતું અને સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય ઉપર પુનઃ વિચાર કરવા માંગ કરી હતી . જેમાં પાટણના તમામ ડોક્ટરો જોડાયા હતા અને તમામ હોસ્પિટલમાં ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ પણ બંધ રહી હતી

---------------------------------------------------