સીઆર પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલ સક્રિય રાજકારણમાં એન્ટ્રી મારવા તૈયાર, જાણો કઈ બેઠક પરથી લડશે ચૂંટણી

સીઆર પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલ સક્રિય રાજકારણમાં એન્ટ્રી મારવા તૈયાર, જાણો કઈ બેઠક પરથી લડશે ચૂંટણી

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના પુત્ર હવે સક્રિય રાજકારણમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં યોજનારી સેનેટની ચૂંટણીને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે જીગ્નેશ પાટીલ સહિત અન્ય નામનોની એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉમેદવારોની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવ્યું.

ABVP ના સેનેટ ચૂંટણીના ઉમેદવાર
કોમર્સ - પ્રધુમન જરીવાલા
આર્ટસ - કનુ ભરવાડ
એજ્યુકેશન - ભાર્ગવ રાજપૂત
મેનેજમેન્ટ - દિશાન્ત
સાયન્સ - અમિત
કોમ્પ્યુટર સાયન્સ - ગણપત ભાઈ, ભાવિન ભાઈ
આર્કિટેક - ભુવેનેશ
હોમિયો - ડો. સતીશ પટેલ
મેડિકલ - ડો. ચેતન પટેલ

ડોનર વિભાગની બે સીટ પર
ડો.કશ્યપ ખરચિયા.
જીગ્નેશ પાટીલ

એબીવીપી અને એનએસયુઆઈની સાથે સાથે આ વખતે આમ આદમી પાર્ટીનું સ્ટુડન્ટસ વિંગ પણ ચૂંટણી મેદાને છે. જેના પર ખુદ અરવિંદ કેજરીવાલ પણ ધ્યાન રાખી રહ્યા છે. ત્યારે આ વખતે પ્રતિષ્ઠા ભર્યો જંગ બની રહેશે.