Gujarat Gasમાં મોટી હલચલના સંકેતઃICICI ડાયરેક્ટે ગુજરાત ગેસના શેર માટે બાય રેટિંગ આપીને શેર ખરીદવા ભલામણ કરી

Gujarat Gasમાં મોટી હલચલના સંકેતઃICICI ડાયરેક્ટે ગુજરાત ગેસના શેર માટે બાય રેટિંગ આપીને શેર ખરીદવા ભલામણ કરી

Gujarat Gasમાં મોટી હલચલના સંકેતઃICICI ડાયરેક્ટે ગુજરાત ગેસના શેર માટે બાય રેટિંગ આપીને શેર ખરીદવા ભલામણ કરી

ગુજરાત ગેસ (Gujarat Gas) ના શેર માટે બ્રોકરેજિસ અત્યારે ખાસ્સા બુલિશ છે. ICICI ડાયરેક્ટે ગુજરાત ગેસના શેર માટે બાય રેટિંગ આપીને શેર ખરીદવા ભલામણ કરી છે. આ શેર માટે એક વર્ષમાં રૂ. 625નો ટાર્ગેટ ભાવ (Gujarat Gas Target price) આપવામાં આવ્યો છે. હાલમાં આ શેરનો ભાવ રૂ. 450 ચાલે છે. તેથી એક વર્ષમાં આ શેર લગભગ 38 ટકાથી વધારે કમાણી કરાવે તેવી શક્યતા છે. 31 માર્ચ 2022ના રોજ સમાપ્ત થયેલા ક્વાર્ટરમાં કંપનીની સંગઠીત કુલ આવક રૂ. 4791 કરોડ હતી જે અગાઉના ક્વાર્ટરની આવક રૂ. 5276 કરોડની સરખામણીમાં 9.20 ટકા ઘટી છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 3447.75 કરોડ હતી જેમાં આ વખતે 39 ટકાનો વધારો થયો છે. લેટેસ્ટ ક્વાર્ટરમાં કંપનીનો ટેક્સ બાદ ચોખ્ખો નફો રૂ. 444 કરોડ હતો. બ્રોકરેજ માને છે કે ગુજરાત ગેસના રિયલાઈઝેશનમાં વધારો થયો હોવાથી તે વાર્ષિક ધોરણે આવકમાં 69.7 ટકાનો વધારો નોંધાવશે. કંપનીના વોલ્યુમમાં લગભગ બે ટકાનો વધારો થવાનો અંદાજ છે. ગેસના ભાવમાં તીવ્ર વધારાના કારણે ગ્રોસ માર્જિન ઘટી શકે છે. ગુજરાત ગેસમાં હાલમાં પ્રમોટર્સ 60.89 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે FII પાસે આ કંપનીમાં 5.98 ટકા હિસ્સો અને DII પાસે 9.53 ટકા હિસ્સો છે. Gujarat Gasના શેરને વેલ્યૂ પિક તરીકે જોવામાં આવે છે અને તેના ફંડામેન્ટલ્સ મજબૂત છે જેના કારણે શેરમાં સારા ગ્રોથની શક્યતા છે. તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે ઓઈલ અને ગેસના સ્ટોક્સ ફોકસમાં છે. યુદ્ધના કારણે આ કોમોડિટીના ભાવ વધી ગયા છે. ગુજરાત ગેસ આ સ્થિતિમાં ફાયદો લઈ શકે તેવી સ્થિતિમાં છે. તાજેતરમાં સરકારી માલિકીની કંપની ગુજરાત ગેસે દિલ્હી અને મુંબઈમાં ગેસના રેટમાં કિલો દીઠ 6.50નો વધારો કર્યો છે. ગુજરાત ગેસ (Gujarat Gas) ની સ્થાપના 2012માં કરવામાં આવી હતી અને તે એક મિડકેપ કંપની છે. રૂ. 31008.53 કરોડની માર્કેટ કેપિટલ ધરાવતી આ કંપની ગેસ અને પેટ્રોલિયમ સેક્ટરમાં કામ કરે છે. તેની મુખ્ય પ્રોડક્ટ અને રેવન્યુ સેગમેન્ટમાં નેચરલ ગેસનો સમાવેશ થાય છે.