ધંધા ઉદ્યોગ તો છે ઠપ, સરકારી ભરતી પણ છે બંધ - મોંઘવારી મુદ્દે પાટણ માં કોંગ્રેસનો વિરોધ

ધંધા ઉદ્યોગ તો છે ઠપ, સરકારી ભરતી પણ છે બંધ - મોંઘવારી મુદ્દે પાટણ માં કોંગ્રેસનો વિરોધ

ધંધા ઉદ્યોગ તો છે ઠપ, સરકારી ભરતી પણ છે બંધ - મોંઘવારી મુદ્દે પાટણ માં કોંગ્રેસનો વિરોધ

આ પ્રદર્શન માં જિલ્લા ના તમામ કોંગ્રેસ ના કાર્યકરો જોડાયા હતા

પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી ના વિરોધ માં પ્રતિક ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવા માં આવ્યું હતું. જેમાં કોંગી કાર્યકરોએ સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રદર્શન માં જિલ્લા ના તમામ કોંગ્રેસ ના કાર્યકરો જોડાયા હતા.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી ના અગ્રણી જગદીશ ભાઇ ઠાકોર આદેશ અનુસાર વર્તમાન ભાજપ સરકાર ના શાસન માં જીએસટી , પેટ્રોલ , ડીઝલ , ગેસ અને મોંઘવારી ના મુદ્દે રાજ્ય વ્યાપી પ્રતીક ધારણાં નો કાર્યક્રમ આપવા માં આવ્યો હતો. જેમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શુક્રવારે પાટણ સિદ્ધપુર ચોકડી પાસે આવેલા કોંગ્રેસ કાર્યાલય નજીક પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર ની ઉપસ્થિતી માં પ્રતીક ધરણાં નો કાર્યક્રમ યોજાયો હતો અને ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા.કોંગ્રેસ ના વિરોધ પ્રદર્શન કાર્યક્રમ માં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજીી , અશ્વિન પટેેલ , ભરત ભાટિયા , ભૂરાભાઈ સૈયદ સહિત ના કોંગ્રેસ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.