જુનાગઢ મહા નગરપાલિકા દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટિંગ યુનિટ ઇન્સ્ટોલેશન શરૂ

જુનાગઢ મહા નગરપાલિકા દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટિંગ યુનિટ ઇન્સ્ટોલેશન શરૂ

જુનાગઢ મહા નગરપાલિકા દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટિંગ યુનિટ ઇન્સ્ટોલેશન શરૂ

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે તે માટે આજથી વોટર હાર્વેસ્ટિંગ યુનિટ ઇન્સ્ટોલ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે ભવનાથ મહાદેવ મંદિરે પ્રથમ યુનિટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું અને શહેરમાં 650 હેન્ડ પંપમાં આ યુનિટ ઇન્સ્ટોલ કરવામાં આવશે ચોમાસામાં વરસાદી પાણી અગાસીઓ પરથી વહીને જતું રહે છે અને તેનો વ્યય થાય છે વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે અને ભૂગર્ભ જળ રિચાર્જ થાય તે માટે મહાનગરપાલિકાએ બજેટમાં જોગવાઈ કરી હતી અને આજે શ્રાવણ માસ દરમિયાન મેયર કમિશનર તેમજ અન્ય અધિકારીઓ પદાધિકારીઓની હાજરીમાં ભવનાથ મહાદેવ મંદિર ખાતે રેન વોટર હાર્વેસ્ટિંગ યુનિટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. જુનાગઢ મનપા દ્વારા શહેરમાં 650 જેટલા હેન્ડ પંપમાં આ યુનિટ ઇન્સ્ટોલ કરવામાં આવશે તેમજ અન્ય સ્થળે પણ લોક ભાગીદારીથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ થાય તે માટે જળસંચય યોજના શરૂ કરવામાં આવશે આમ જુનાગઢમાં સૌપ્રથમવાર વરસાદી પાણીનો દાર બોર અને કુવાઓ માં રિચાર્જ કરવા માટેની નવી યોજનાનો પ્રારંભ થયો છે ખરા અર્થમાં તમામ લોકોએ પણ પોતાની જાતે જ વરસાદી પાણી જમીનમાં રિચાર્જ કરવા માટેનો પ્રયાસ કરવો જરૂરી બન્યો છે