ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પર આ આવશે આ કમાલનું ફીચર, જાણો સંપૂર્ણ માહીતી

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પર આ આવશે આ કમાલનું ફીચર, જાણો સંપૂર્ણ માહીતી

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પર આ આવશે આ કમાલનું ફીચર, જાણો સંપૂર્ણ માહીતી

મેટાની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp હવે એક નવા અને શાનદાર ફીચર પર કામ કરી રહ્યું છે. અહેવાલ છે કે, WhatsApp હવે ચેટબોટ રજૂ કરવા જઈ રહ્યું છે. વોટ્સએપનો આવનારો ચેટબોટ એપને લગતી તમામ પ્રકારની માહિતી આપશે. વોટ્સ એપ પરના ફીચર્સથી લઈને ફેક્ટ ચેક સુધી લોકોને ઘણી તકલીફો પડે છે.વોટ્સએપના નવા ફીચરને ટ્રેક કરતી સાઇટ WABetaInfo એ આપ્યું છે. રિપોર્ટ અનુસાર, વોટ્સએપનો ચેટબોટ હાલમાં ટેસ્ટિંગમાં છે. ટૂંક સમયમાં તે બધા માટે રિલીઝ કરવામાં આવશે. Whatsappનો નવો ચેટબોટ યુઝર્સને નવા ફિચર્સ અને ફિચરનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારી પણ આપશે. આ ચેટબોટ યુઝર્સને પ્રાઈવસી અને સિક્યોરિટી વિશે પણ જણાવશે.WhatsAppના ચેટબોટ પર નહીં પૂછી શકો પ્રશ્નWhatsAppનો આ ચેટબોટ ઇન્ટરેક્ટિવ નહીં હોય એટલે કે, તમે તેને પ્રશ્નો પૂછી શકશો નહીં. તે નવી સુવિધાઓ વગેરે વિશે આપમેળે માહિતી આપશે. રિપોર્ટમાં દાવો કરાઈ રહ્યો છે કે, WhatsAppનો આ ચેટબોટ પણ એપની જેમ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ અને સુરક્ષિત હશે. તમને જણાવી દઈએ કે, WhatsApp આવી ચેટબોટ લોન્ચ કરનારી પહેલી એપ નથી. સિગ્નલ અને ટેલિગ્રામ જેવી એપમાં આ ફીચર પહેલાથી જ છે.અદૃશ્ય થયા બાદ પણ તમે જોઈ શકશો મેસેજવોટ્સએપ અન્ય એક નવા અપડેટ પર કામ કરી રહ્યું છે, જેના આવ્યા બાદ યુઝર્સના ગાયબ થતા મેસેજ ગમે ત્યારે જોઈ શકાશે, એટલે કે 24 કલાકમાં ગાયબ થઈ ગયેલા મેસેજ પણ સેવ થઈ જશે. હાલમાં, અદ્રશ્ય સંદેશાઓ માટે 24 કલાક, 7 દિવસ અને 90 દિવસની સમય મર્યાદા છે, પરંતુ આ સુવિધાની રજૂઆત પછી, સંદેશ ક્યારેય કાઢી નાખવામાં આવશે નહીં.