ધરમપુઆ આવ્યો છે અજાણ્યો પરંતુ અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો પેણધાનો ‘જાનકીધોધ’

ચોમાસુ શરૂ થતાં જ જિલ્લાનો વનરાજી ધરાવતો વિસ્તાર એકદમ લીલોછમ થઈ જાય છે. ડુંગરાળ વિસ્તારોમાં વરસાદનું પાણી પડતાં જ ઠેર ઠેર નાના-નાના ઝરણા વહેવા માંડે છે. ડુંગરો પરથી નીકળીને નદીને મળવા આતુર બનેલા ઝરણાં કેટલાક સ્થળોએ ધોધ સ્વરૂપે જોવા મળે છે, આવા જ અદભૂત દ્રશ્યો રોમાંચિત કરે છે. ડુંગરાળ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિના કારણે અનેક જગ્યાએ ધોધ તો જોવા મળે છે પરંતુ કેટલીક એવી જગ્યાઓ પણ છે કે જ્યાં ધોધની સાથે દંતકથા કે લોકવાયકા જોડાયેલી હોય છે. એવો જ એક ધોધ એટલે ધરમપુર તાલુકાના પેણધાનો ‘જાનકીધોધ’.

      લોકવાયકા છે કે, દેવોએ જે જગ્યાએ સ્નાન કર્યું હતું એવું સ્થળ એટલે પેણધા ગામના આંઘોળી ફળિયાનો ‘જાનકીધોધ’. આંઘોળી એટલે સ્થાનિક વારલી ભાષામાં ‘આંઘળવું’ જેનો અર્થ થાય છે ‘સ્નાન કરવું’. ધરમપુરથી ૨૯ કીમીના અંતરે નારનદીના કિનારે વસેલું છે પેણધા ગામ. ધરમપુરથી ધામણી જતા માર્ગ પર ફૂલવાડી ગામથી શરૂઆત કરી નદીના સંગાથે પેણધાના આંઘોળી ફળિયા સુધી પહોચાય છે. નયનરમ્ય જાનકીધોધ આગળ જઈ થોડા જ અંતરે નારનદીને મળે છે.        

      જાનકીધોધને ત્રણ સ્તરેથી વહેતો નિહાળવા નારનદીના પટમાં જવુ પડે છે. રસ્તાની એકદમ લગોલગ આવેલો આ ધોધ દીવાળી સુધી આવી જ રીતે વહેતો રહે છે. આ ધોધની ધારાઓ પથ્થરો પર એવી રીતે પડે છે કે જાણે શિવલિંગનો અભિષેક