જુલાઈમાં થયું આટલું GST કલેક્શન, ગત વર્ષની સરખામણીએ 28 % વધુ

જુલાઈમાં થયું આટલું GST કલેક્શન, ગત વર્ષની સરખામણીએ 28 % વધુ

જુલાઈમાં થયું આટલું GST કલેક્શન, ગત વર્ષની સરખામણીએ 28 % વધુ

જુલાઈ મહિનામાં 1,48,995 કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું છે. આ રકમ ગયા વર્ષના સમાન મહિનામાં GST કલેક્શનની રકમ કરતાં 28 ટકા વધુ છે. સપ્ટેમ્બર 2017માં GST લાગુ થયા પછી આ બીજું સૌથી મોટું કલેક્શન પણ છે.GST કલેક્શનની આ રકમમાંથી ₹25751 કરોડ CGST તરીકે, Rs 32807 કરોડ STST તરીકે અને Rs 79,518 કરોડ IGST તરીકે વસૂલવામાં આવ્યા છે.GST કલેક્શન અંગે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં આયાતી સામાન પર ટેક્સ તરીકે 41420 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા. આ સિવાય 10920 કરોડ રૂપિયા સેસ તરીકે વસૂલ કરવામાં આવ્યા છે.આંકડાઓ અનુસાર, દેશમાં આયાત થતા સામાન પર 995 કરોડ રૂપિયાનો સેસ લગાવવામાં આવ્યો છે. GST વસૂલાતના આ આંકડા નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.અગાઉ જૂન મહિનામાં GST કલેક્શન 1.44 લાખ કરોડ રૂપિયા હતું. અત્રે નોંધનીય છે કે સતત પાંચ મહિનાથી GST કલેક્શનની કુલ રકમ 1.4 લાખ રૂપિયાથી વધુ રહી છે. દર મહિને જીએસટીના આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે. GST કલેક્શન અંગે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં આયાતી સામાન પર ટેક્સ તરીકે 41420 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા. આ સિવાય 10920 કરોડ રૂપિયા સેસ તરીકે વસૂલ કરવામાં આવ્યા છે.