અમદાવાદમાં કોરોનાના કારણે 8 દિવસમાં 6 દર્દીના મોત, 2100થી વધુ એક્ટિવ કેસો

અમદાવાદમાં કોરોનાના કારણે 8 દિવસમાં 6 દર્દીના મોત, 2100થી વધુ એક્ટિવ કેસો

અમદાવાદમાં કોરોનાના કારણે 8 દિવસમાં 6 દર્દીના મોત, 2100થી વધુ એક્ટિવ કેસો

અમદાવાદમાં કોરોનાના કારણે એક પછી એક કેસોમાં એક બાજુ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બાજી બાજુ કોરોનાના કારણે દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આઠ દિવસમાં અમદાવાદમાં કોરોનાના કારણે 6 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયા છે. જોમાં મોટાભાગના કો-મોર્બિટ પેશન્ટ્સ છે. ખાસ કરીને કોરોનામાં મૃત્યુના આંકડાઓ નવા 3ના નોંધાયા છે. જ્યારે એક સપ્તાહ પહેલા કોરોનાના કારણે પણ અન્ય 3 દર્દીના મોત નોંધાયા હતા.છેલ્લા 24 કલાકમાં જે દર્દીઓના મોત નોંધાય છે જેમાં ગોમતીપુરના 55 વર્ષના એક મહિલા કે જે કોમોર્બિટ પેશન્ટ હતા આ ઉપરાંત નવરંગપુરાના 90 વર્ષના વૃદ્ધનું પણ કોરોના સંક્રમણથી મોત થયું છે જો કે તેઓ પણ કો-મોર્બિટ પેશન્ટ હતા આ ઉપરાંત અમદાવાદના પૂર્વ વિસ્તામાં મુર્ઝાપુરમાં પણ એક દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ નોંધાયું છે. અમદાવાદમાં 391 નવા કેસો નોંધાયા છે. ખાસ કરીને અમદાવાદમાં જે કેસો નોંધાયા છે તેમાં શાહિબાગ, મણિનગર, થલતેજ, બોડકદેવ સહીતના વિવિધ વિસ્તારોમાં એક્ટિવ કેસો વધુ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં ગુજરાતના સૌથી વધુ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે આ આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે.