Jio Fiber Independence Day Offer: Jioની ખાસ ઓફર, આ યુઝર્સને ફ્રી સર્વિસ મળશે

Jio Fiber Independence Day Offer: Jioની ખાસ ઓફર, આ યુઝર્સને ફ્રી સર્વિસ મળશે

Jio Fiber Independence Day Offer: Jioની ખાસ ઓફર, આ યુઝર્સને ફ્રી સર્વિસ મળશે

રિલાયન્સ જિયોએ સ્વતંત્રતા દિવસના અવસર પર વધુ એક ઓફરની જાહેરાત કરી છે. અગાઉ કંપનીએ Jio Independence ઓફર રજૂ કરી હતી. આ પ્લાન હેઠળ યુઝર્સને 2999 રૂપિયાના વાર્ષિક રિચાર્જ પર 100% વેલ્યુ બેક ઓફર મળી રહી છે. કંપનીએ Jio Fiber યુઝર્સ માટે નવી ઓફર રજૂ કરી છે. Jio Fiber Independence ઑફરમાં યુઝર્સને 15 દિવસનો ફ્રી લાભ મળી રહ્યો છે. એટલે કે તમે Jio Fiberની સેવાઓનો મફતમાં ઉપયોગ કરી શકશો.  

Jioની નવી ઓફર શું છે?

જિયોએ સ્વતંત્રતા દિવસના અવસર પર 'હર ઘર ત્રિરંગો, હર ઘર જિયો ફાઈબર' ઓફર રજૂ કરી છે. આ ઑફર એવા તમામ નવા Jio Fiber યુઝર્સ માટે છે જેમણે 12 ઓગસ્ટથી 16 ઓગસ્ટ વચ્ચે કંપનીનો પોસ્ટપેડ એન્ટરટેઈનમેન્ટ બોનાન્ઝા પ્લાન ખરીદ્યો છે. આ ઑફર હેઠળ, કસ્ટમરને પસંદ કરેલ પ્લાનનો લાભ 15 દિવસ માટે મફતમાં મળશે. ધ્યાનમાં રાખો કે ઑફરનો લાભ ફક્ત તે જ લોકોને મળશે જેમનું કનેક્શન એક્ટિવેશન 19 ઓગસ્ટ, 2022 સુધીમાં પૂર્ણ થઈ જશે. Jioની આ ઓફર Jio Fiber પોસ્ટપેડ એન્ટરટેઈનમેન્ટ બોનાન્ઝા પ્લાન માટે છે. આ લિસ્ટમાં કંપનીના ચાર પ્લાન- 499 રૂપિયા, 599 રૂપિયા, 799 રૂપિયા અને 899 રૂપિયાનું રિચાર્જ આવે છે. કસ્ટમર 6 મહિના અને 12 મહિનાના બંને સાઇકલ સાથે પ્લાન માટે અરજી કરી શકે છે.

આ પ્લાનમાં શું મળી રહ્યું છે?

499 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 30Mbpsની સ્પીડ પર અનલિમિટેડ ડેટા મળે છે. આમાં યુઝર્સને યુનિવર્સલ +, ALT બાલાજી, Eros Now, Lionsgate Play, Jio Cinema, ShemarooMe, JioSaavnનું સબ્સ્ક્રિપ્શન મળશે. તે જ સમયે 599 રૂપિયાના પ્લાનમાં, યુઝર્સને 30 Mbpsની સ્પીડ પર ડેટા મળે છે. આ પ્લાનમાં કસ્ટમરને Hotstar, Sony LIV, Zee5, Voot Select, Voot Kids, Sun NXT, Hoichoi, Discovery+, Universal+, ALT બાલાજી, Eros Now, Lionsgate Play, Jio Cinema, ShemarooMe, Jio Saavnનું સબ્સ્ક્રિપ્શન મળશે. 799 રૂપિયાના પ્લાનમાં તમને 100Mbpsની સ્પીડ પર ડેટા મળે છે. આ પ્લાન યુનિવર્સલ +, ALT બાલાજી, Eros Now, Lionsgate Play, Jio Cinema, ShemarooMe, JioSaavn સબ્સ્ક્રિપ્શન સાથે આવે છે. તે જ સમયે, 899 રૂપિયાના પ્લાનમાં 100Mbpsની સ્પીડ પર ડેટા પણ મળે છે. આ બે પ્લાન વચ્ચેનો તફાવત માત્ર OTT સબ્સ્ક્રિપ્શન છે. રૂ. 899માં, કસ્ટમર રૂ. 599ના પ્લાનમાં સમાવિષ્ટ તમામ OTT સબ્સ્ક્રિપ્શન મેળવે છે.